Friday, September 20, 2024

વાંકાનેરના વરડુસરમા પારકી જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વાંકાનેરના વરડુસર ગામે જમીન પર ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જમીનના મૂળ માલીકે એક મહિલા સહિત બે શખ્સો વિરુદ્ધ જમીન હડપ કર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના દીવાનપરા (વેલનાથપરા) માં રહેતા ભરતભાઇ કાનજીભાઇ સુરેલા (ઉ.વ.૫૬) એ આરોપી મગનભાઈ ખોડાભાઈ સેટાણીયા, રૂપાબેન મગનભાઈ સેટાણીયા તથા મનસુખભાઇ મગનભાઈ સેટાણીયા રહે બધા વરડુસર તા. વાંકાનેર વાળા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સન -૨૦૦૮ થી આજ સુધી ફરીયાદીની માલીકીની વાંકાનેર તાલુકાના વરડુસર ગામના સર્વે નં.૨૫૧/૧ પૈ.૨૫ વાળી હે.૦-૮૦-૯૪ ની આશરે ૫ વીધા જેટલી જમીન પચાવી પાડવાના આશયથી પોતાનો અનઅધિકૃત કબ્જો કરી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરેલ છે. આ બનાવ અંગે જમીનના મુળ માલીકે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર