વાંકાનેરના તીથવા કુબા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેરના તીથવા કુબા વિસ્તારમાં આવેલ ગરબી ચોક પાસે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમો મળી આવ્યા હતા ત્યારે તેમનુ નામઠામ પૂછતા તેઓ
(૧)પ્રવિણભાઇ શામજીભાઇ વીરસોડીયા
(૨) મનુભાઇ સાંમતભાઇ વિરસોડીયા
(૩) ભુપત છનાભાઇ બારૈયા
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડ રૂપીયા-૧૦,૬૦૦/- કબ્જે કરવામાં આવી છે. ત્યારે જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે