વાંકાનેરના લાકડધાર ગામે જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં
વાંકાનેર: વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક રોડ પર આવેલ એક દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમોને વાકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન વાકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક પહોંચતા રોડ પર રાજુભાઇ માલકીયાની દુકાન પાસે ગોળ કુંડાળું વળી જુગાર રમતાં નવ ઈસમો જયદીપ ધીરૂભાઈ જોગરાજીયા, રણછોડભાઈ વિહાભાઇ અણીયારીયા, સુરેશભાઈ રમેશભાઈ ધોરીયા, કાનજીભાઈ સાદુરભાઈ માલકીયા, રણછોડભાઈ લખમણભાઇ માલકીયા, લાલજીભાઈ મશરૂભાઈ અણિયારીયા, દેવરાજભાઈ હીરાભાઈ માલકીયા, વાઘજીભાઈ ચકુભાઈ અણીયારીયા, અને લખમણભાઇ જીવાભાઈ બાવરીયા રહે. તમામ લાકડધાર તા. વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ. 36,500 સાથે વાકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.