Thursday, September 19, 2024

વાંકાનેર: જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વેપારીઓ દ્વારા સોમવારે ગામ બંધનું એલાન.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તમામ વેપારી એસોસિએશનનો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં ગામ બંધમાં જોડાશે.

વાંકાનેર: ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક કા રાજા ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે પરંતુ આ વર્ષે ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું.જેને આજે છ દિવસ વીતી ગયા છતાં અનેક સંસ્થાઓની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શનિવાર રાત્રે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, આશરે પચીસ વેપારી એસોસિએશન, સામાજિક અગ્રણીઓ સહિતનાઓની એક મિટિંગનું આયોજન જીતુભાઈ સોમાણીની ઉપવાસ છાવણી ખાતે કરવામાં આવ્યું હતું.


જેમાં તમામ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સોમવારના રોજ વાંકાનેર બંધનું એલાન આપવામા આવ્યું હતું.તેમજ તમામ વેપારી સંગઠનો દ્વારા બંધ પાડી સવારે ૧૦ વાગ્યે માર્કેટચોક ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે તેવું મિટિંગમાં જણાવવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં સાધુ-સંતો, આર.એસ.એસ, શિવસેના, વી.એચ.પી, ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં હાજર રહ્યા હતા અને સોમાવારે ગામ બંધના એલાનને સમર્થન આપ્યું હતું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર