જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા જુલાયાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન જુગારની મજા માણી રહેલ
૧)ઇકબાલભાઇ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા જુલાયા (ઉવ.૩૫),
૨) સંજયભાઇ ઉર્ફે ચંદુ કાળુભાઇ જીડીયા, રહે.ચોટીલા,
૩) યાકુબભાઇ હુશેનભાઇ શેરસીયા મોમીન, રહે.લાલપર,
૪) વિજયભાઇ ભરતભાઇ મકવાણા, રહે.ચોટીલા,
૫)વિપુલભાઇ સાદુરભાઇ રોજાસરા
૬)મકસુદભાઇ સતારભાઇ ગુર્જર, રહે.ધોરાજી
૭) અલ્ફાઝભાઇ હુશેનભાઇ ગરાણા જુલાયા, રહે. રહે.ધોરાજી,
૮)એજાઝભાઇ સલીમભાઇ મડમ સંધી ઉવ.૨૫ રહે.ચોરડી તા.ગોંડલ,
૯)હનિફભાઇ અલારાખાભાઇ હોથી, રહે.આણંદરપર,
૧૦) મનુભાઇ વીરાભાઇ પરમાર, રહે.પીયાવા તા.ચોટીલા
૧૧) સુનિલભાઇ કાળુભાઇ જીડીયા, રહે.ચોટીલા
૧૨) કાનજી ઉર્ફે કાનો ખીમજીભાઇ સરવૈયા, રહે.નવા ગારીયા,
નામના આરોપીઓ ઝડપાઇ ગયા હતા. જ્યારે પુષ્પરાજસિંહ અગરસિંહ વાળા રહે.ગારીયા અને અવિભાઇ ગભરૂભાઇ ધાધલ, રહે.ચોટીલા નામના બે ઈસમો નાસી ગયા હતા.
વધુમાં દરોડા દરમિયાન એલસીબી ટીમે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 43000, મોબાઇલ ફોન નંગ-9 કિંમત રૂપિયા 36000 તેમજ અલગ અલગ વાહનો કિંમત રૂપિયા 95000 મળી કુલ રૂપિયા 1,74,000નો મુદ્દામાલ કબ્જે કરી તમામ 14 આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.