ગત તારીખ 07/01 ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેક્સ કારખાનાના સિક્યુરિટી ગાર્ડને એક ભાઈ પ્લાસ્ટિકની થેલી તથા એક ચિઠ્ઠી આપી નીકળી ગયેલ અને કહેલ કે તમારા કારખાનાના માલિકને આ પાર્સલ આપી દેજો અને ત્યારબાદ આ પાર્સલ સિક્યુરિટી ગાર્ડે કારખાના માલિકને પાર્સલની થેલી અને ચિઠ્ઠી આપેલ જે કારખાના માલિકે ખોલી ને જોતા એક સફેદ કલરનું લંબ ચોરસ જેવું બોક્સ હતું જેના ઉપર લાલ કલરની માર્કર પેનથી setmax લખેલ હતું જે બોક્સ ખોલી જોયેલ તો તેની અંદર ડિજિટલ ઘડિયાળ હતી જેમાં અંગ્રેજીમાં નંબર ચાલુ હતા. બાજુમાં સર્કિટ લગાડેલ હતી અને નાની બેટરી સાથે વાયર લગાડેલ હતા જે બોમ્બ જેવું લાગતા ફરિયાદીએ ઓફિસની બહાર નીકળી અને ખુલ્લી જગ્યામાં રાખી દીધેલ અને બોક્સ સાથે મોકલેલ ચિઠ્ઠીમાં લખેલ નંબર ઉપર આ કામના ફરિયાદીએ ફોન કરેલ તો ફોન રિસિવ થયેલ નહિ જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ તે અરસામાં આ કામના ફરીયાદીને આરોપીનો ફોન આવેલ અને હિન્દીમાં કહેલ ‘ સેટમેક્સ કે શેઠ બાત કર રહે હો ? ‘ જેથી આ કામના ફરિયાદીએ કહેલ કે ‘ આપ કોન બોલ રહે હો અને ત્યારબાદ આરોપીએ ફોન કાપી નાખેલ અને ત્યારબાદ આરોપી એ ફરિયાદિને ટેક્સ મેસેજ કરેલ ‘ મે જીતના બોલતા હું ઉતના સૂન વરના અપની મોત કા જીમેદાર તું હોંગા અગર અપની ફેમેલી કિ જાન પ્યારી હે તો…’ સહિતના ધમકી ભર્યા મેસેજ મોકલેલ જે અંગે પોલીસ તપાસ બાદ કારખાનેદારે આરોપી સામે ફરિયાદ દાખલ થતા આ કામના પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને ત્યારબાદ આરોપીના એડવોકેટ મારફત નામદાર કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ અને આરોપી વકીલની દલીલ અને નામદાર કોર્ટનાં ચુકાદાઓ ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે…
આ કામે આરોપી વતી એડવોકેટ તરીકે મુસ્કાન એસોસિયેટસના એડવોકેટ ભુપત એસ. લુંભાણી, શિરાકમુદિન એમ.શેરસીયા તથા એ.એ. માથકીયા રોકાયેલ હતા….