વાંકાનેર: સિરામિક કારખાનામાં કન્વેર બેલ્ટમા હાથ આવી જતા યુવકનું મોત
વાંકાનેર: વાકાનેરના સરતાનપર રોડ પર આવેલ એમસર સીરામીકના કારખાનામાં માટી ખાતામાં બોરમીલ ભરાઈનુ કામ કરતી વખતે કન્વેર બેલ્ટમા હાથ આવી જતા હાથના ખભા પાસે તથા ગરદનના પાછળના ભાગે ઈજા થવાથી મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુકામસીંગ જેતુભાઈ સેમલીયા (ઉ.વ.૪૦) રહે. એમસર સીરામીક સનફર્ડ સીરામીકની બાજુમાં સરતાનપર રોડ તા. વાંકાનેરવાળો એમસર સીરામીક સરતાનપર રોડ ઉપર વાળી જગ્યાએ માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેર બેલ્ટમાં માટી નાખતી વખતે પોતાનો હાથ અકસ્માતે આવી જતા જમણા હાથના ખભા પાસે તથા ગરદનના પાછળના ભાગે ઇજા થવાથી સારવાર સારૂ ફોરવ્હીલ ગાડીમાં લાવતા તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.