વાંકાનેર સીટી પો.સ્ટે.ના પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને ચોટીલા થી પકડી પાડતી AHTU ટીમ મોરબી
વાંકાનેર સીટી પો.સ્ટે.ના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને ચોટીલા આનંદપુર રોડ શીવધારા સોસાયટીમાંથી પકડી પાડતી AHTU ટીમ મોરબી.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન HC નંદલાલભાઇ વરમોરા તથા ભરતસિંહ ડાભીને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વાંકાનેર સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૪૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ વિ.મુજબના ગુન્હાના કામનો આરોપી ફરીયાદી ની સગીર વયની દિકરીને જેતપરડા ગામેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી સરદાર ગુલો ભુરીયા હાલ ચોટીલા આનંદપુર રોડ શીવધારા સોસાયટીમાંથી હોવાની માહીતી મળતા AHTU ટીમ દ્રારા ચોટીલા આનંદપુર રોડ શીવધારા સોસાયટી ખાતેથી હસ્તગત કરી વાંકાનેર સીટી પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.