વાંકાનેર વીશીપરા ચોકમા રોડ પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
વાંકાનેર: વાંકાનેરના વીશીપરા ચોકમાં રોડ ઉપરથી દેશી તમંચા સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના વીશીપરા ચોકમાં રોડ ઉપરથી આરોપી દીપકભાઈ અશોકભાઈ વાળા (ઉ.વ.૩૧) રહે. વીશીપરા કુલી નગર -૦૧ કેશવાનંદ બાપુના આશ્રમ સામે મકાન નંબર -૧૫૯ મોરબીવાળા પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી), એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.