વાંકાનેરના વઘાસિયા ગામે મકાનમાંથી 152 મણ જીરુંની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે વૃદ્ધ ખેડૂતના જુના મકાનની ઓસરીમાંથી ૬૦ બાચકા ૧૫૨ મણ જીરું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે રહેતા અને હાલ વાંકાનેર આસિયાના સોસાયટીમાં રહેતા હબીબભાઈ વલીભાઈ માથકીયા (ઉ.વ.૭૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના વઘાસિયા ગામમાં આવેલ જુના મકાનની ઓસરીમાથી જીરું ભરેલ પ્લાસ્ટિકના બાચકા નંગ -૬૦ આશરે ૧૫૨ મણ જીરું કુલ કિં રૂ. ૪,૭૧,૨૦૦ ના મુદ્દામાલની અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.