વડસર આસપાસ આવેલ ત્રણ સ્ટોન ક્રશરમાં રાત્રીના સમયે પાંચ વખતમાં ચાર લાખ કરતાં વધારેના કોપર વાયરની ચોરી, ફરિયાદ નોંધ્યા સિવાય પોલીસ હજુ તપાસ કરી રહી છે…!
વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી પોલીસ તંત્રને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા પંદર દિવસમાં વડસર વિસ્તારમાં આવેલ ત્રણ સ્ટોન ક્રશરમાં અલગ અલગ પાંચ વખત તસ્કરોએ બેખોફ ચોરીના બનાવને અંજામ આપી ચાર લાખ કરતાં વધારેની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા પંદર દિવસથી પોલીસ દ્વારા કોઇ ફરિયાદ દાખલ કર્યા વગર માત્ર તપાસ કરવામાં આવતી હોવાનો ઘાટ સર્જાયો છે, જે દરમ્યાન આ જ સ્થળોએ તસ્કરોએ વધુ ચાર વખત ચોરીના બનાવને અંજામ આપતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વડસર વિસ્તારમાં આવેલ શ્રીરામ સ્ટોન ક્રશર, ગાયત્રી સ્ટોન ક્રશર તથા કિશાન સ્ટોન ક્રશર નામના ત્રણ અલગ અલગ સ્ટોન ક્રશરમાં છેલ્લા પંદર દિવસમાં તસ્કરોએ પાંચ વખત કોપર વાયર ચોરીના બનાવોને અંજામ આપી ચાર લાખ કરતાં વધારેની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પ્રથમ વખત થયેલ ચોરી બાદ સ્ટોન ક્રશર માલિક દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હોય જે બાદ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરી ન હોય અને માત્ર તપાસ કરવામાં આવતી હોય, દરમ્યાન આ જ સ્થળોએ પુનઃ એક-બે નહીં પરંતુ વધુ ચાર-ચાર વખત તસ્કરોએ બેખોફ બની ચોરીના બનાવને અંજામ આપતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
બાબતે છેલ્લા પંદર દિવસમાં આ વિસ્તારમાં આવેલ શ્રીરામ સ્ટોન ક્રશરમાં બે વખત, કિશાન સ્ટોન ક્રશરમાં બે વખત તથા ગાયત્રી સ્ટોન ક્રશરમાં એક વખત એમ કુલ પાંચ વખત 5-6 જેટલા તસ્કરોએ તરખાટ મચાવી રૂ. ચાર લાખ કરતાં વધારેના કોપર વાયરની મશીનરીમાંથી ચોરી કરવામાં આવી છે. જેમાં બાબતે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી, પરંતુ માત્ર તપાસ કરવામાં આવતી હોય, દરમ્યાન જ આ તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી પોલીસ તપાસ દરમ્યાન જ વધુ ચાર વખત આ જ સ્થળોએ ચોરીના બનાવને અંજામ આપતાં ખળભળાટ મચી ગયો છે.
ત્રણેય સ્ટોન ક્રશરમાં પાંચ ચોરી દરમ્યાન ચાર લાખ કરતાં વધારેના કોપર વાયરની ચોરી.
તસ્કરો દ્વારા રાત્રીના ચારથી પાંચ વાગ્યા દરમ્યાન અંજામ આપવામાં આવેલ આ ચોરીના બનાવોમાં કિશાન સ્ટોન ક્રશરમાં બે વખત ચોરી દરમ્યાન કુલ ત્રણ લાખની કિંમતના કોપર વાયર, શ્રીરામ સ્ટોન ક્રશરમાં વીસ હજારની કિંમતના કોપર વાયર અને ગાયત્રી સ્ટોન ક્રશરમાં એંસી હજાર કરતા વધારેની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવી છે.
એક તરફ પોલીસ તપાસમાં, તો બીજી તરફ તસ્કરો ચોરી કરવામાં વ્યસ્ત
પંદર દિવસ પહેલાં શરૂ થયેલી આ ચોરીના બનાવમાં પ્રથમ વખત ચોરી બાદ પોલીસને જાણ કરી ફરિયાદ અરજી આપવામાં આવેલ હોય, જેમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા વગર તપાસ શરૂ કરવામાં આવી હોય, જે બાદ આ જ સ્થળોએ તસ્કરોએ દ્વારા વધુ ચાર વખત ચોરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં દર વખતે પોલીસને જાણ કરતા પોલીસ માત્ર તપાસ જ કરતી રહી હોય, જ્યારે તસ્કરો બેખોફ બની ચોરીના બનાવને અંજામ આપતાં રહ્યાં હતાં.
મોરબી: 100 Days intensified Campaign નો હેતુ ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાન ના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી. કે.શ્રીવાસ્તવ સર તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા...
મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાના પર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા છે. તદુપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી...
મોરબીના પીપળી રોડ ઉપર ગજાનંદ સોસાયટીમાં રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૯૬ બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પીપળી રોડ ઉપર...