વાંકાનેરના તિથવા ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વાડીની ઓરડીમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની બોટલો/બીયર ટીન મળી કુલ નંગ-૫૭૬ કિ.રૂ.૨,૦૮,૭૪૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી પોલીસ અને પેરોલ ફર્લો સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ઇલુભાઇ સંધી રહે રાજકોટ વાળાએ તીથવા ગામની સીમમાં રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે . જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૮૦ કિં રૂ. 199140 તથા બીયર ટીન નંગ -૯૬ કિં રૂ.૯૬૦૦ મળી આવેલ કુલ કિં રૂ. ૨,૦૮,૭૪૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઇલુભાઇ સંધી રહે રાજકોટવાળો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.