વાંકાનેરના સરધારકા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો : ગાળો બોલવા બાબતે મિત્રોએ મળી યુવાનનું ઢીમ ઢાળી દીધાનો ખુલાસો
મિત્રોની બેઠકમાં ગાળો બોલતા યુવાનને માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી પતાવી દઇ લાશને સરધારકા ગામે તળાવમાં ફેંક દેવાઇ
વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક યુવાનની ઇજાના નિશાનો સાથે લાશ મળી આવતા બનાવ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનો ખુલાસો થતાં જ પોલીસે ગણતરીની કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલ મિત્રોને મહેફિલમાં ગાળો બોલવા બાબતે યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક યુવાનની ઇજાના નિશાનો સાથે લાશ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય જેમાં મૃતક યુવાનનું નામ રાજેશભાઇ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૫, રહે. શક્તિપરા, હસનપર, વાંકાનેર) હોય અને લાશના પોસ્ટમોર્ટમમાં મૃતકની હત્યા થયાનો ખુલાસો થયો હતો, જેથી આ બનાવમાં પોલીસે ઉંડી તપાસ શરૂ કરતાં મૃતક યુવાન બનાવની આગલી રાત્રે મિત્રોને મહેફિલમાં બેઠો હોય અને ગાળો બોલતા હોય મ, જેથી આરોપી જીતુભાઇ રબારી અને મિત્રોએ મૃતકને માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધા બાદ તેની લાશને બાઇક પર લઇ જઇ સરધારકા ગામની સીમમાં તળાવમાં ફેંકી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ બનાવ મામલે પોલીસે બે શખ્સોની અટકાયત પણ કરી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.