Thursday, January 2, 2025

વાંકાનેરના સરધારકા ગામ નજીક ચેકડેમમાંથી અજાણ્યા યુવકની ઇજાના નિશાનો સાથે લાશ મળી આવતા ચકચાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વાંકાનેર તાલુકાના સરધારકા ગામ નજીક આવેલા ઓઢ ચેકડેમ માંથી ગઇકાલે એક અજાણ્યા 35-40 વર્ષની ઉંમરના યુવકની પાણીમાં લાશ તરતી હોવાની માહિતી મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હોય, જેમાં મૃતકના શરીર પર ઇજાના નિશાનો સામે આવતા પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ તરીકે ઓળખાતા ચેકડેમમાંથી એક 35 થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની માહિતી મળતા જ વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ. એ. ભરગા, ડીવાયએસપી સમીર સારડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં લાશને પાણીમાંથી બહાર કાઢતા મૃતકના શરીર તથા માથાં પર તિક્ષ્ણ હથિયારથી ઇજાના નિશાનો સામે આવતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાના બનાવની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકની ઓળખ મેળવવા તથા મોતનાં કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ બનાવમાં પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક યુવાનની કોઇ અન્ય જગ્યાએ હત્યા કરાયેલ હોય અને લાશને અહીં ફેંકવામાં આવી હોવાની માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર