Sunday, September 22, 2024

મેળો યોજાશે કે કેમ ? : વાંકાનેરના પ્રાચીન નાગાબાવાના મેળા માટેના ગ્રાઉન્ડના સોઇલ ટેસ્ટ રિપોર્ટ ફેઇલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મેળાના આયોજન બાબતે લટકતી તલવાર

નાગાબાવાજીના મેળાના આયોજન બાબતે નિયમો મુજબ ગ્રાઉન્ડના ત્રણમાંથી બે સોઇલ ટેસ્ટ રિપોર્ટ ફેઇલ થતાં મેળાનું આયોજન રદ થવાની સંભાવના : એક તરફ નિયમો તો બીજી તરફ જનતાની લાગણી

વાંકાનેર વિસ્તારમાં સુપ્રસિદ્ધ એવા રાજ્યગુરૂ નાગાબાવાજીના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના આઠમ, નવમ અને દસના દિવસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ધાર્મિક લાગણી સાથે ઉમટી પડી અને પરંપરાગત જલેબી-ભજીયાની પ્રસાદી આરોગે છે, ત્યારે આ વર્ષે આ પ્રાચીન મેળાનાં આયોજન બાબતે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.

દર વર્ષની માફક આ વર્ષે વાંકાનેર નગરપાલિકા દ્વારા જાહેર હરાજીથી મેળાનું ગ્રાઉન્ડ 18 લાખમાં વેચવામાં આવેલ હોય, જે બાદ હરાજીમાં ભાગ લેનાર એકપણ વ્યક્તિએ સમયમર્યાદામાં ડિપોઝિટની રકમ ન ભરતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા, જે બાદ તંત્ર દ્વારા નિયમો મુજબ મેળાનું આયોજન શક્ય ન હોવાનું હરાજીમાં ભાગ લેનાર દ્વારા જણાવવામાં આવ્યું હોય, તો બાબતે શું હરાજીમાં બોલી લગાવનારને નિયમોની જાણ નહીં  હોય ?, ગ્રાઉન્ડ માટે પ્રથમ 3.25 અને 3.50 લાખ પછી સીધી 18 લાખ બોલી કેમ લગાવાય ? અને બોલી લગાવાયા બાદ પણ ડિપોઝિટની રકમ કેમ ન ભરવામાં આવી સહિતના મુદ્દાઓ લોક મુખે ચર્ચાઇ રહ્યા છે.

મેળાના આયોજન બાબતે નિયમાનુસાર તંત્ર દ્વારા મેળાના ગ્રાઉન્ડની સખ્તતા (હાર્ડનેસ) માટે સોઇલ ટેસ્ટ કરવામાં આવેલ, જેમાં ત્રણ સોઇલ ટેસ્ટ સેમ્પલ માંથી બે સોઇલ ટેસ્ટ ફેઇલ તથા એકમાં પણ નહીવત સંભાવનાનો રિપોર્ટ આવતાં નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન શક્ય ન હોવાનું જાણવા મળ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર