વાંકાનેરના પંચાસીયા ગામેથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી: 80 લાખના મુદ્દામાલ માલ સાથે એક પકડાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૭, ૮૪૦ કી.રૂ. ૫૬,૬૩,૧૦૦/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક થતા અન્ય મુદ્દામાલ એમ મળી કુલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વાંકીયા થી જડેશ્વર તરફ જતા કાચા રસ્તા પર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ અશોક લેલેન્ડ બંધ બોડીનો ટ્રક રજીસ્ટર નંબર- RJ-18- GC-0894 વાળામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૨૭,૮૪૦ કી.રૂ. ૫૬,૬૩,૧૦૦/- તથા ટૂંક તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી યાસીનભાઇ રહીમભાઇ સમા ઉવ.૩૧ રહે. રાજકોટવાળાને પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. તેમજ ટ્રક ચાલક આરોપી તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ તથા રેકી/પાયલોટીંગ કરવામાં સાથે રહેલ નાશી જનાર આરોપી તથા ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.