Saturday, January 18, 2025

વાંકાનેરના પાડધરા ગામ નજીકથી દેશી દારૂ ભરેલ ઈકો કાર સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક આવેલ મહાનદિના પુલ પરથી દેશી દારૂની હેરાફેરી કરતા દેશી દારૂ લિટર -૫૦૦ ભરેલ ઈકો કાર સહિત કુલ કિં રૂ. ૪,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે કાર ચાલકને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે. 

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે આવેલ મહાનદીના પુલ ઉપરથી દેશી દારૂની હેરાફેરી કરનાર નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની મારૂતી સુઝુકી ઇકો કારમાં દેશી દારૂ લીટર-૫૦૦ સાથે કુલ કી.રૂ.૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સહીત કારચાલક આરોપી અજયભાઈ ભગવાનભાઈ મકવાણા (ઉ.વ.૨૦) રહે. નાળીયેરી તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી દેશી દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક તથા દેશી દારૂનો જથ્થો આપનાર ચાંપરાજભાઈ કાઠી દરબાર રહે. જાનીવડલા તથા દેશી દારૂનો જથ્થો મંગાવનાર મયુર ઉર્ફે નાગરાજ હરેશભાઈ અસવાર રહે. ઢુવા તા. વાંકાનેરવાળા વીરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર