Thursday, February 13, 2025

વાંકાનેરના માટેલ ગામે દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમ કયુરો વીટ્રીફાઇડ પાછળ આવેલ દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૬૪ તથા બીયર ટીન-૧૨૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧.૫૬, ૨૦૦/- ના મુદામાલ સાથે એક આરોપી ને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, હીતેષભાઈ ખીમજીભાઇ ચાવડા રહે. માટેલ ગામની સીમ માટેલથી લાકડધાર જતા રસ્તે કયુરો વીટ્રીફાઇડ સીરામીક પાછળ આવેલ વાડીમાં વાળાએ પોતાની વાડીના સેઢે આવેલ પોતાના કબજા ભોગવટાવાળી દુકાનમાં ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને તે હાલે આ ઇંગ્લીશ દારૂ /બીયરનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરે છે. તેવી ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા આરોપીના કબજા ભોગવટા વાળી દુકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૬૪ કિં રૂ.૧, ૩૯, ૨૦૦ તથા બીયર ટીન નંગ -૧૨૦ કિં. રૂ.૧૨૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં. રૂ. ૧,૫૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી હીતેષ ખીમજીભાઇ ચાવડા ઉ.વ. ૨૧ રહે. માટેલ સીમ તા. વાંકાનેરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક ઈસમ ગોપાલભાઈ ગીંગોરા રહે. ઢુવા તા. વાંકાનેરવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર