વાંકાનેરના માટેલ પાસે આવેલ કારખાનામાંથી પ્લેટીનીયમ તારની ચોરી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ પાસે આવેલ સોલીજો વિટ્રીફાઈડ પ્રા.લી. નામના કારખાનામાંથી ત્રણ ઈસમોએ કીલનની ઓફિસમાં રહેલ થર્મોકપલમાથી ૫૬.૨૫ ગ્રામ પ્લેટીનીયમ તાર જેની કિંમત રૂ. ૩,૦૯,૩૭૫ ની મુદ્દામાલ માલની ત્રણ ઈસમો ચોરી કરી લઇ ગયા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી મુળ રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના વતની અને હાલ મોરબીના સામા કાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં દેવ દર્શન એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧મા રહેતા રેનીશકુમાર કાંતિભાઈ કાથરોટીયા (ઉ.વ.૪૫) એ આરોપી દિવ્યેશભાઈ રાયસીંગભાઈ ઝાલા રહે. ધામળેજ તા. સુત્રાપાડા જી. ગીર સોમનાથ, મંતવ્ય નાથાભાઈ મોરી રહે. કાજ તા.કોડીનાર જી. ગીર સોમનાથ તથા મિત કુમાર રાયસિંહભાઈ પરમાર રહે. કાજ તા. કોડીનાર જી. ગીર સોમનાથ વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ જુથ બનાવી ફરીયાદીના કારખાનામાં કીલનની ઓફીસમાં રહેલ કુલ-૪૫ થર્મોકપલમાંથી પ્લેટીનીયમના તાર જે એક થર્મોકપલમાં ૧.૨૫ ગ્રામ વજન અને પ્લેટીનીયમ ૧ ગ્રામની કી.રૂ.૫૫૦૦/- લેખે કુલ ૪૫ થર્મોકપલમાં કુલ ૫૬.૨૫ ગ્રામની કુલ કી.રૂ.૩,૦૯,૩૭૫/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.