વાંકાનેરના કોઠી ગામે થયેલ ત્રણ ચોરીના ભેદ ઉકેલી ત્રિપુટીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ કુલ કી. રૂ. ૨,૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોએ ચોરી કરેલ ટ્રેકટરની ટોલી તથા રોટાવેટર તથા એક હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા હલર (થ્રેશર) એમ મળી કુલ કી.રૂ. ૨,૮૫,૦૦૦ /- ના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ત્રણ આરોપીઓ સોંડાભાઇ શીવાભાઇ સેફાત્રા ઉ.વ ૨૯ રહે. ખેતરડી તા.હળવદ જી.મોરબી, સાજણભાઈ રણમલભાઇ ઉર્ફે જુગાભાઇ ચાવડા ઉ.વ ૨૮ રહે. કોઠી તા.વાંકાનેર, રાહુલભાઇ ઉર્ફે ભુરાભાઇ બચુભાઇ સેફાત્રા ઉ.વ રર રહે. ખેતરડી તા. હળવદવાળાની અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.