વાંકાનેરના કોઠારીયા ગામેથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે કાર ઝડપાઈ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ કારમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૨૬૪ તથા બિયર ટીન નંગ-૯૬ કિ.રૂ. ૧,૧૧,૪૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫,૧૧,૪૨૦/-નો મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજસિંહ નરેંદ્રસિંહ ઝાલા તેની પાસે રહેલ સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની એક્સન્ટ રજી.નં. GJ-36-L-8269 વાળી ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે હાલે આ કાર કોઠારીયા ગામમાં આવેલ કાળા કુવાની સામેની શેરીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ કરી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે રેઇડ કરતા બાતમીવાળી કારમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૨૬૪ તથા બિયર ટીન નંગ-૯૬ કિ.રૂ. ૧,૧૧,૪૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫,૧૧,૪૨૦/-નો મુદામાલ જથ્થો મળી આવતા આરોપી પૃથ્વીરાજસિંહ નરેંદ્રસિંહ ઝાલા રહે. કોઠારીયા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ.