વાંકાનેરના કોઠારીયા ગામે વાડીમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વાડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ- ૪૮ તથા બીયરના ટીન નંગ. ૪૦ મળી કુલ કિં. રૂ.૪૨,૨૬૨/-ના મુદામાલ સાથે એક ઇસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની ખારા સીમમા નાથાભાઈ ખોડાભાઈ કોબીયાની કબ્જા ભોગવટા વાળાની વાડીમાંથી આરોપી વિજયભાઈ ચકુભાઈ કોબીયા (ઉ.વ.૨૫) રહે. કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮ કી.રૂ. ૩૭,૬૬૨/- તથા બીયર ટીન નંગ-૪૦ કિં રૂ. ૪૬૦૦/- એમ મળી કુલ કિં.રૂ. ૪૨,૨૬૨/- નો મુદ્દામાાલ સાથે પકડી પાડી અને જે ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા રહે. કોઠારીયા તા.વાંકાનેરવાળો આપી ગયેલ હોવાની કબુલાત આપતા બંન્ન વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.