વાંકાનેરના કોઠી વાડી વિસ્તારમાંથી ટ્રેક્ટરની ટ્રોલી ચોરીની ફરીયાદ નોંધાઈ
વાંકાનેર: વાંકાનેરના કોઠી વાડી વિસ્તારમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરી લઇ ગયો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર કોઠી વિસ્તારમાં રહેતા દેવજીભાઈ લખમણભાઇ સોલંકી (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીના પ્લોટ પાસે રોડની સાઈડમાં રાખેલ ટ્રેક્ટરની ટ્રોલી રજીસ્ટર નંબર -જીજે-૧૪-ડબલ્યુ-૭૭૮૨ જેની કિંમત રૂ.૮૦૦૦ વાળી તથા ઉસ્માન ગનીભાઇએ તેમની વાડીમાં રાખેલ રોટા વેટર કિં રૂ.૪૦, ૦૦૦ મળી કુલ કિં રૂ.૧,૨૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.