વાંકાનેરના જોધપર ગામેથી ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણ શખ્સોને રૂ. 12.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ
રેકી/પાયલોટીંગ કરતી બ્રેઝા કાર તથા પોલીસ મની ગાડીને ટક્કર મારી ભાગવા જતી દેશી દારૂ ભરેલ એક્સેન્ટ સાથે ત્રણ ઝડપાયાં
વાંકાનેરના જોધપર ગામેથી દેશી દારૂ ભરેલ કાર સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિસોર સહિત ત્રણ ઝડપાયાં
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠી ગામે દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકનો ફીલ્મી ઢબે પીછો કરી જોધપર ગામેથી દેશી દારૂ ભરેલ કાર તથા દેશી દારૂની હેરાફેરી કરવામાં રેકી/પાયલોટીંગ કરતા કાર ચાલક સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર સહીત કુલ ત્રણ ઇસમોને ૧૨,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામે દેશી દારૂની હેરાફેરી કરનાર કાર તથા દેશી દારૂની હેરાફેરી કરવા માટે રેકી/પાયલોટીંગ કરતી કારની વોચ તપાસમાં હતા દરમ્યાન રેકી/પાયલોટીંગ કરનાર મારૂતી સુઝુકી બ્રેઝા કાર રજીસ્ટર નં- GJ-36-AJ-9421 વાળી સાથે બે ઇસમોને પકડી પાડેલ તથા પાછળ પાછળ દેશી દારૂ ભરી આવનાર હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર રજીસ્ટર નં.GJ-03-KP-0959 વાળીને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર ચલાવી નીકળી ગયેલ જેથી કારનો ખાનગી વાહન વડે પીછો કરી જોધપર ગામેથી દેશી દારૂ લીટર ૫૫૦ ભરેલ હ્યુન્ડાઇ એસેન્ટ કાર તથા ડ્રાઇવીંગ સીટની બાજુમાં બેસેલ કાયદાના સંઘષૅમાં આવેલ બાળકીશોરને પકડી પાડેલ અને કાર ચાલક અંધારાનો લાભ લઇ નાશી ગયેલ આમ કુલ કી.રૂ.૧૨,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર સાથે બે ઇસમો અજયભાઇ જાદવભાઈ મેર ઉવ.૨૩ રહે.નાળીચેરી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર તથા હષૅદભાઇ અનકભાઇ ધાંધલ ઉવ.૩૪ રહે.જાનીવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાને
પકડી પાડેલ અને રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ ઇસમો તથા નાશી જનાર કાર ચાલક કીશન ભીખુરામ વાઘાણી રહે હાલ- રાજકોટ મુળ ગામ-ગારીડા તા. જી. રાજકોટવાળા વિરૂધ્ધ પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને દેશી દારૂના મોટા જથ્થાની હેરાફેકરી કરતા ઇસમોને પકડી પાડવામાં સફળતા મળી છે.