Saturday, September 21, 2024

વાંકાનેરના જામસર ગામે અજાણ્યા પુરૂષની હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષની માર મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી મૃતક અજાણ્યો શખ્સ જામસર ગામે મહિલાઓ સામે જોઇ અજાણી ભાષા બોલતો હોય, જેને જતું રહેવાનું કહેવા છતાં ત્યાંથી ન જતા બે શખ્સોએ મળી લાકડી તથા દોરડા વડે ઢોરમાર મારતાં યુવાનનું મોત થયું હોવાનો ખુલાસો થયા બાદ આ મામલે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે એક અજાણ્યો પુરુષ આમ તેમ આંટા મારતો હોય અને ન સમજાય તેવી ભાષા બોલતો હોય તેમજ મહીલાઓ સામે જોઇ બોલતો હોય જેને ગામમાંથી નિકળી જવાનું કહેવા છતાં ગામમાંથી ન જતા આરોપી પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરીયાએ મૃતકને લાકડીથી આડેધડ માર મારી તથા આરોપી અશોકભાઈ નથુભાઈ દેલવાડીયાએ દોરડા વડે માર મારતાં અજાણ્યા પુરૂષનું મોત થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ઉપરોકત બંને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર