વાંકાનેરના જામસર ગામે બે શખ્સો દ્વારા આડેધડ માર મારતા અજાણ્યા પુરુષનુ મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના જામસર ગામે અજાણ્યો પુરુષ મહિલાઓ સામે જોઈ ન સમજાય તેવી ભાષા બોલતો હોય અને નીકળી જવાનું કહેવા છતા જતો ન હોવાથી બે શખ્સોએ આડેધડ માર મારતાં અજાણ્યા પુરુષનુ મોત નિપજ્યું હોવાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા પથુભાઈ ભનુભાઇ દેલવાડીયા (ઉ.વ.૪૬) એ આરોપી પ્રભુભાઈ લાલજીભાઇ દંતેસરીયા તથા અશોકભાઈ નથુભાઈ દેલવાડીયા રહે. બંને જામસર ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યો પુરુષ મહિલાઓ સામે જોઈ ન સમજાય તેવી ભાષા બોલતો હોય અને નીકળી જવા કહેવા છતા જતો ન હોય જેથી બંને આરોપીઓએ અજાણ્યા પુરુષને લાકડી અને દોરડા વડે શરીર પર આડેધડ માર મારતાં અજાણ્યા પુરુષનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.