Thursday, April 24, 2025

વાંકાનેરના જાલીડા ગામ નજીક સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં લાગી વિકરાળ આગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં રાજકોટ અને ચોટીલાથી ચાર ટીમો સ્થળ પર પહોંચી હાલ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાંથી આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગતાં કપાસનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રાજકોટથી ત્રણ ફાયર બ્રિગેડની ટીમ અને એક ચોટીલાથી ફાયરબ્રિગેડની ટીમો હાલ કારખાને પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ત્રણ કલાકની જહેમત બાદ પણ હજી આગ કાબુમાં ન આવી હોવાની વિગતો મળી રહી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર