વાંકાનેરના જાલીડા ગામની સીમમાં સ્કોર્પિયો કારમાંથી 650 લી. દેશી દારૂનો જથ્થો ઝડપાયો
વાંકાનેર તાલુકાના જાલીડાગામની સીમમાથી સ્કોરપીયો કારમાંથી દેશી દારૂ લીટર-૬૫૦ તથા સ્કોરપીય કુલ કી.રૂ. ૨,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી કાર ચાલક સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ જે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવતા વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોરપીયો કાર નિકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી નહી રાખતા પીછો કરતા જાલીડાગામની સીમમાં કારનો ચાલક પોલીસની હાજરી પામી જઇ કાર રજી. નંબર GJ-03-CA-0747 વાળી કિ રૂ. ૧,૫૦,૦૦૦/- રેઢી મુકી નાશી ગયેલ અને કારમાંથી દેશી દારૂ લીટર-૬૫૦ કિ રૂ. ૧,૩૦,૦૦૦/- આમ કુલ કી.રૂ.૨,૮૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા નાશી જનાર કાર ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર વાહન ચાલકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ છે.