Monday, September 23, 2024

વાંકાનેરના ગારીયા ગામે યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા યુવકે આરોપીની પત્ની સાથે મૈત્રી કરાર કરેલ હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ યુવકને છરી વડે ઇજા કરી તેમજ લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાકાનેર તાલુકાના જુના ગારીયા ગામે રહેતા દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઈ મેરામભાઈ વાલાણી (ઉ.વ.૪૫) એ આરોપી ચંદુભાઈ ચોથાભાઈ સરવૈયા રહે. ગારીયા તા. વાંકાનેર તથા એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૧-૨૦૨૩ ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા ભરતે આરોપી ચંદુભાઈની પત્ની કાજલ સાથે મૈત્રી કરાર કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આ કામના આરોપી ચંદુભાઈએ ફરીયાદીના બંન્ને પગમા છરીના ઘા મારી તથા આરોપી અજાણ્યા ઈસમે લાકડાના ધોકા વતી ફરીયાદીને માર મારી શરીરે મુઢ ઇજા પહોચાળી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩, ૩૨૪, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર