Wednesday, October 30, 2024

વાંકાનેરમાંથી સગીરાનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે અમરેલીથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સો કેસના આરોપી તથા ભોગબનનાર ને અમરેલી ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

વાંકાનેર વિસ્તારમાંથી ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા જણાવ્યું હતું કે પોતાની સગીરવયની દિકરીને આરોપી રાહુલ ખીમાભાઇ સરવૈયા રહે. શેખરડી તા.વાંકાનેર વાળો લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ આરોપી તથા ભોગબનનારની તપાસ કરતા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે ભોગબનનાર તથા આરોપી હાલે અમરેલી ખાતે હોવાની જાણ થયેલ જેથી સ્ટાફ સાથે અમરેલી ખાતે જઇ ભોગબનાર તથા આરોપી રાહુલ ખીમજીભાઇ સરવૈયા ઉવ.૧૮ રહે. શેખરડી તા. વાંકાનેર વાળાને અમરેલીથી હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી સી.પી.આઇ. વાંકાનેર નાઓને સોંપી આપેલ છે આમ આ ગંભીર ગુનાના આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર