વાંકાનેર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મુકવા મામલતદારને હિન્દુ સંગઠનોની રજૂઆત
વાંકાનેર: વાંકાનેર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા માટે હિન્દુ સંગઠનો દ્વારા DYSP, PI તથા મામલતદારને અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી.
ગઈ કાલથી જ દેવાધી દેવ મહાદેવના પવીત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અતિ પવિત્ર માંનવામા આવે છે જેથી ઘણા લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ કરી રહે છે. ત્યારે વાંકાનેર શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પણ માંસાહારનુ જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે જેથી હિન્દુ ધર્મની લાગણી દુભાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, કરણી સેના તથા અન્ય હિન્દુ સંગઠનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા DYSP, PI તથા મામલતદારને અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી છે.