વાંકાનેરમાં સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દૂ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો
આ સમુહ લગ્નોત્સવમાં 28 દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા
આ આયોજનમાં સંતો,મહંતો, રાજકીય મહાનુભાઓ,અનેક આગેવાનો,તેમજ બહોળી સંખ્યામાં સમાજના 15000 થી વધુ લોકોએ આ શાહી સમુહલગ્નનને નિહાળ્યા હતા. વાંકાનેરની દરેક સંસ્થાઓએ સેવા આપી હતી.
આ શાહી સામુહીક લગ્નોત્સવમા રીતિકા ઠાકોર, રાજુભાઈ સાકરીયા, આરતી ઠાકોરે લગ્ન ગીતની રમઝટ બોલાવી હતી તેમજ શાહી સામુહીક લગ્નોત્સવમાં દીકરીઓને 101 કરિયાવરની ભેટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અગ્રણી, ઉદ્યોગપતિઓ અને કાર્યક્રમના મુખ્ય દાતાઓ, તેમજ અનેક સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં જયેશભાઈ સોમાણી (અધ્યક્ષ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ), જગદીશ બાંભણીયા (ઉપપ્રમૂખ સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ),ભરતભાઇ હડાણી ( મોરબી જિલ્લા પ્રમુખ અ.ભા.કો.સ.) , વાલજીભાઈ ધરજિયાએ જહેમત ઉઠાવી હતી.