Thursday, October 24, 2024

વાંકાનેરમાં ખનીજ માફિયાઓ 1161 કિલો એકસપ્લોઝીવના જથ્થા સાથે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરના તરકીયા ગામે ખરાબાની જમીનમાં બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા ચાર ખનીજ માફીયા ઝડપાયા 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા ખનન માફીયાઓને ૧૧૬૧ કિલોના એકસ્પ્લોઝીવના જથ્થા સાથે મોરબી જિલ્લા એસ.ઓ.જી.ટીમ તથા DY.S.P. વાંકાનેરે ઝડપી પાડયા છે.

મોરબી એસઓજીને બાતમી મળેલ કે, તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમા મુન્નાભાઇ વલુભાઇ ભરવાડ રહે ગામ તરકીયા તા.વાંકાનેરવાળો પોતાના કબ્જામા ગેરકાયદેસર એકસપ્લોઝીવનો જથ્થો રાખી કોઇ પણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામા પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય તેવી બાતમી મળતા વેરીફાઇ કરાવતા સત્ય હોવાનુ જણાયેલ અને પ્રવૃતિ હાલે ચાલુ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગ વાંકાનેરનાઓ સાથે વાંકાનેરના તરકીયા ગામ રેઇડ કરતા મુન્નાભાઇ વલુભાઇ બાંભવા રહે-તરકીયા તા.વાંકાનેર તથા પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ રહે મેસરીયા તા.વાંકાનેર તથા રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા રહે જાનીવડલા તા.ચોટીલા તથા રણુભાઇ બાલાભાઇ બાંભવા રહે તરકીયા તા. વાંકાનેર વાળાઓને ૧૧૬૧ કિલોના એકસ્પ્લોઝીવના પદાર્થના કુલ કિ.રૂ. ૯૨,૭૯૬/- તથા અલગ અલગ લંબાઇના ઇલેકટ્રોનીક ડીટોનેટર (DTH વાયર) નંગ- ૫૦ કિ.રૂ ૭૪૪૦/- તથા TLD વાયર નંગ-૯૦ કિ.રૂ. ૩૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૨૮,૮૩૬/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકાના તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નં-૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જમીનમાં આશરે ૫૭ જેટલા બોર કરેલ જે ૪૫ ફુટ ઉંડા કરી તે પૈકીના ૧૪ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમ્યાન રેઇડ કરી ચારે ઇસમોને પકડી પાડી તેમજ આરોપી લોમકુભાઇ માનસીભાઇ ખાચર રહે, મેસરીયા તા.વાંકાનેર જી.મોરબી. તથા દેવાયતભાઇ ડાંગર રહે.બેટી તા.જી.મોરબી તથા તપાસમા ખુલે તે આરોપીઓ હાજર નહિ મળી આવી તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૮૬,૩૦૮ તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ ૯બી(૧-બી) તથા એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એકટ ૧૯૦૮ની કલમ ૪.૬ મુજબની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર