Sunday, September 8, 2024

વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારાગુરુ વંદનાનો કાર્યક્રમ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતેયો જવામાં આવેલ જેમાં વનીતા વૃંદ માનવસેવા મહિલા પરિવાર જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ દમયંતીબેન મહેતા મહેમાનમાં ઉપસ્થિત હતા ગાયત્રી મંદિરના મહંત અશ્વિન બાપુ ઉપસ્થિત હતા.

આ કાર્યક્રમમાં મહંત અને શિક્ષક મંગલદાસજી બાપુનું ગુરુ શિષ્ય સંબંધ અને સાચા ગુરુ તરીકે કોણ આ પ્રશ્નોના ઉત્તરમાં 18 પુરાણ હનુમાનજી મહારાજ શ્રીકૃષ્ણ અને ભગવાન શીવના ચરિત્ર અને તેના જે જીવનમૂલ્યો છે તેને જીવનમાં ઉતારી ગુરુના સ્થાને રાખવા જણાવ્યું અનેગુરુના શ્રેષ્ઠ ગુણોને પ્રાપ્ત માટેનું આહવાન કરવામાં આવ્યું. શબરીની ગુરુ પ્રત્યેની, મા જગદંબા પાર્વતીની ગુરૂ શ્રદ્ધા , શિવાજી મહારાજની તેમના ગુરુ સમર્થ રામદાસ માટેની શ્રદ્ધા વગેરેના ઉત્કૃષ્ટ ઉદાહરણો દ્વારા ખૂબ સારી રીતે અને ખૂબ જ ઉત્કૃષ્ટ શૈલીમાં સમજાવવામાં આવ્યું ગુરુ એ પદ નથી પરંતુ એક વૃત્તિ છે તેવું સમજાવવામાં આવ્યું અને બધાને એક ગુરુ શિષ્ય સંબંધની દિવ્ય અનુભૂતિનો અનુભવ થયો મહંત અશ્વિન બાપુ દ્વારા પણ ગુરુએ વ્યક્તિ નહીં પરંતુ શક્તિ છે એવુ કહેવામાં આવ્યું વાંકાનેર શૈક્ષિક મહા સંઘના પ્રમુખ અશોકભાઈ સતાસિયા દ્વારા સંગઠનનું કાર્ય શિક્ષક પ્રશ્નો માટે તેમજ રાષ્ટ્રના નિર્માણ માટે છે એવું સમજાવવામાં આવ્યું અને સંગઠનમાં એક રાષ્ટ્ર ભક્તિના ધ્યેય સાથે જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું.

આ સંગઠનનું મુખ્ય વિચાર રાષ્ટ્ર નિર્માણનો છે સૌ કોઈ આ કાર્યમાં જોડાય તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન મહિલા સંગઠન મંત્રી ડો લાભુબેન દ્વારા કરવામાં આવ્યું . સમ્રગ કાર્યક્રમનું આયોજન કારોબારીના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે રાષ્ટ્ર કે હિત મે શિક્ષા ઓર શિક્ષક કે હિત મેં રાષ્ટ્રના વિચારો સાથે પૂર્ણ કરવામાં આવ્યો અને સૌ ભોજન લઈ છૂટા પડ્યા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર