વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવકનુ કમકમાટીભર્યું મોત; એક ઈજાગ્રસ્ત
વાંકાનેર: વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આજે સવારના નવ વાગ્યાના અરસામાં ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેર મોરબી હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે સવારના નવ વાગ્યાની આસપાસ વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી આગળ ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલક જીજે-૩૨-ટી-૮૩૯૪ ના ચાલક બેદરકારી પુર્વક વાહન ચલાવી બાઈક રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફકયું -૮૯૩૦ ને હડફેટે લેતા લેતા બાઈક સવાર અમરશીભાઈ નંદાભાઈ ઉધરેજા (ઉ.વ.૨૭ ) ના શરીર પર ટ્રકનુ વ્હીલ ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક પાછળ બે બેઠેલ યુવક વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા (ઉ.વ.૨૭) રહે નવાપરા વાંકાનેરવાળાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ વધું સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.