Friday, October 25, 2024

વાંકાનેરના તિથવા ગામની સેવા સહકારી મંડળીની રસપ્રદ ચૂંટણીમાં રસાકસી બાદ એકતા પેનલનો વિજય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો પર એકતા પેનલના ઉમેદવારો વિજેતા

વાંકાનેર તાલુકાના તિથવા ગામની સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ હોય, જેમાં આ રસપ્રદ ચૂંટણીમાં ભારે રસાકસી બાદ એકતા પેનલનો જ્વલંત વિજય થયો હતો. શ્રી તિથવા સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો પર એકતા પેનલના ઉમેદવારો વિજય થયા હતા, જ્યારે અન્ય ચાર બેઠકો પર અન્ય પેનલના ઉમેદવારો વિજેતા થયા છે

આ ચુંટણીમાં સામાન્ય ખેડૂત વિભાગની 14 બેઠકો પૈકી 10 બેઠક પર એકતા પેનલના ઉમેદવાર ૧). ઇરફાન મામદભાઈ ગઢવારા (પ્રમુખશ્રી, વાંકાનેર તાલુકા પ્રોસેસિંગ), ૨). ઇબ્રાહિમ હાજીભાઈ ખોરજીયા, ૩). ઇકબાલ રહીમભાઈ બાદી, ૪). અલાવદી આહમદભાઈ બાકરોલીયા, ૫). હુશેન અલાવદીભાઈ ખોરજીયા, ૬). નીજામુદ્દીન જલાલભાઈ ભોરણીયા, ૭). જૈનુલ અબ્દુલભાઈ માથકીયા, ૮). મંજુરહુશેન આહમદભાઈ સીપાઇ, ૯). અબ્દુલરહીમ અમીભાઈ પિંડાર, ૧૦). ઇસ્માઇલ અમીભાઈ બરીયાનો વિજય થયો છે,

જ્યારે બાકીની ચાર બેઠકો પર સામેની પેનલના ૧૧). ઇસ્માઇલ હાજીભાઈ શેરસીયા, ૧૨). ઉસ્માન હસનભાઈ શેરસીયા, ૧૩). મંજુરહુશેન પટેલ, અને ૧૪). નુરીબેન માહમદ પટેલનો વિજય થયો હતો. આ સાથે જ નાના સિમાંત ખેડૂતની એક બેઠક પર એકતા પેનલના માહમદ અભરામભાઈ ચૌધરી તથા મહિલા અનામતની એક બેઠક પર એકતા પેનલના આસીબેન ઉસ્માનભાઈ ખોરજીયાનો વિજય થયો હતો

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર