વાંકાનેર તાલુકાની વાલાસણ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ, ભારે રસાકસી બાદ 15 બેઠકો પર વિજેતા ઉમેદવારો જાહેર
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઇકાલે શનિવારે ચુંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચુંટણીમાં સહકારી આગેવાન તથા ગામના પુર્વ સરપંચ ઇસ્માઇલભાઈ કડીવાર(આમીન વાસણ)ની પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો, જ્યારે સામે વર્તમાન સરપંચ તથા ઉપસરપંચની પેનલના તમામ સભ્યોની હાર થઈ હતી.
આ ચુંટણીમાં નાના સિમાંતની એક બેઠક પર ઇસ્માઇલ ફતેમામદભાઈ કડીવાર, મહિલા અનામતની બે બેઠક પર જોહેરાબેન અયુબભાઈ કડીવાર તથા મરીયમબખન અલીભાઈ સિપાઇ તેમજ સામાન્ય ખેડૂતની 12 બેઠક પર ૧. અબ્દુલ અલીભાઈ કડીવાર, ૨. અયુબ જીવાભાઈ કડીવાર, ૩. ઇબ્રાહિમ હાજીભાઈ કડીવાર, ૪. ઉસ્માન અલાવદી કડીવાર, ૫. ઉસ્માનગની સાવદીભાઈ કડીવાર, ૬. મંજુરહુશેન ઉસ્માનભાઈ ચારોલીયા, ૭. મહમદહનીફ કડીવાર, ૮. મહમદહનીફ મીરાંજીભાઈ કડીવાર, ૯. માહમદ અલીભાઈ ખોરજીયા, ૧૦. મુખ્તાર માહમદહુશેન સિપાઈ, ૧૧. રહીમ જીવાભાઈ ભોરણીયા અને ૧૨. હુશેનભઈ મામદભાઈ ખોરજીયાનો વિજય થયો હતો.