વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયાં
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતીદેવરી ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડી, તમામ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રાતીદેવરી ગામની ખરાવાડ સીમ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). પ્રવિણભાઇ બાબુભાઈ દંતેસરીયા, ૨). મહેશભાઈ રવજીભાઈ સનોરા, ૩). ખીમજીભાઈ ભવાનભાઈ વોરા, ૪). મેઘાભાઈ વિરમભાઇ મુંધવા, ૫). જગદીશભાઈ નરશીભાઈ જાદવ અને ૬). રણછોડભાઈ બાબુભાઈ દંતેસરીયાને રોકડ રકમ રૂ. 10,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.