વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓને સન્માનિત કરાયા
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે મહિલા કોન્સ્ટેબલને ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
પોલીસ કોન્સ્ટેબલ સોહાનાબાનું હુસેનભાઇ પરાસરા અને હંસાબેન દખવજીભાઈને જાહેર સુરક્ષા તથા સલામતી માટે ઉત્તમ કામગીરી કરવા બદલ આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે વાંકાનેર તાલુકા વહિવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.