વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીક જુની જીઇબી ઓફિસ પાડતી વખતે દીવાલ પડતા બે મજૂરના મોત
વાંકાનેર: વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં બિલ્ડીંગ પાડતાં સમયે બે મજૂરો કાળમાટ નીચે દટાઈ જતાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે પ્રથમ વાંકાનેર વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દીવાનપરામાં પહેલા ભાડે પીજીવીસીએલ કચેરી કાર્યરત હોય, જે અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવતાં બાદમાં મકાન ખાલી પડ્યું હતું, જેના નવીનીકરણ હેતુથી મકાન પાડવાની કામગીરી ચાલી રહી હોય દરમ્યાન અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મજૂરો બિલ્ડીંગના કાળમાટ હેઠળ દટાઇ જતાં રાજેશભાઈ બાલસીંગ (ઉ.વ. 18, રહે. મામલતદાર ઓફીસ પાછળ, વાંકાનેર) નામના મજુરનું મોત થયું હતું. અન્ય એક મુનીરસિંહ ડામોર (ઉ .વ.૪૮) નામના મજુરને પણ ઈજાઓ પહોંચતા તેને પ્રથમ સારવાર અર્થે વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં ચાલુ સારવાર દરમ્યાન બીજા મજુરનુ પણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.