વાંકાનેર રાજકોટ હાઇવે પરથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર રાજકોટ હાઇવે રોડ ઉપર ધ ગાર્ડન રેસ્ટોરન્ટ સામે રોડ પરથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી તપાસ કરતા વાંકાનેર રાજકોટ હાઇવે રોડ ઉપર ધ ગાર્ડન રેસ્ટોરન્ટ સામે રોડ ઉપર આરોપી પ્રકાશભાઇ રામજીભાઈ વાનેશીયા (ઉ.વ.૩૫) રહે. ભડીયાદ કાંટે સાયન્સ કોલેજ સામે મોરબીવાળા પાસેથી હાથ બનાવટી તમંચો (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી),એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.