વાંકાનેર: પથીક એપ્લીકેશનમા એન્ટ્રી નહિ કરનાર વિકાસ ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુવા થી માટેલ તરફ જતા રસ્તે આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કરતા પથિક એપ્લીકેશન અંગેનું જાહેરનામુ અમલમાં જે જાહેરનામાનો હોટલ મેનેજરે ભંગ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી એસ.ઓ.જી.ટીમ મોરબી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
મોરબી જિલ્લામાં હોટલ/ધાબા, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના ચેક કરવા તેમજ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી અપલોડ થાય છે કે કેમ તે અંગે સ્પેશિયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં હોય એ દરમિયાન વાંકાનેર તાલુકાના ઢુવા થી માટેલ તરફ જતા રસ્તે આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કરતા પથિક એપ્લીકેશન અંગેનું જાહેરનામુ અમલમાં હોય જેનો સુનીલભાઇ ઘુઘાભાઇ વાઢેર રહે.વિકાસ ગેસ્ટ હાઉસ ઢુવા માટેલ રોડ મુળ રહે. મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેંદ્રનગરવાળો હોટલ મેનેજરે ભંગ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.