વાંકાનેરના નવા રાજાવડલા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા નવ ઝડપાયા
વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામમાં મફતીયાપરામા લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ જે બાતમી વાળી જગ્યા નવા રાજાવડલા ગામમા મફતીયાપરામાં લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ-૯ (નવ) ઈસમો રમેશભાઇ અમુભાઇ સારલા (ઉવ.૩૬) રહે.નાવ રાજાવડલા તા.વાંકાનેર, વાહીદભાઇ અમીભાઇ વડાવીયા (ઉવ.૪૦) રહે.જુના રાજાવડલા તા.વાંકાનેર, રફીકભાઇ હસનભાઇ વડાવીયા (ઉવ.૩૮) રહે.જુના રાજાવડલા તા.વાંકાનેર, નઝરૂદીનભાઇ જીવાભાઇ કડીવાર (ઉવ.૪૭) રહે,ગામ ધીથાવડ તા વાંકાનેર, ફિરોજભાઇ મામદભાઇ શેરસીયા (ઉવ.૪૦) રહે.જુના રાજાવડલા તા.વાંકાનેર, રફીકભાઇ અબ્દુલભાઇ શેખ (ઉવ.૩૩) રહે જુના રાજાવડલા તા.વાંકાનેર, અબ્દુલભાઇ વલીમામદભાઇ બાદી (ઉવ.૪૨) રહે. અરણીટીંબા તા.વાંકાનેર, પ્રવિણભાઇ મનસુખભાઈ કુકાવા (ઉવ.૩૨) રહે. નાવ રાજાવડલા તા.વાંકાનેર, મહેબુબભાઇ આમદભાઇ શેરસીયા (ઉવ.૪૨) રહે. જુના રાજાવડલા તા.વાંકાનેરવાળાને રોકડા રૂપીયા ૪૧,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.