Saturday, September 21, 2024

વાંકાનેર નજીક બુલેટ આખલા સાથે અથડાતા સગીરનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રવિવારે રાત્રિના ડબલ સવારી બુલેટ બાઇક ધડાકાભેર આખલા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત

વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ એક ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના ચંદ્રપુર ગામના 15 વર્ષીય સગીરનું ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ‌ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે નેશનલ હાઇવે પર રવિવારે રાત્રિના નવ વાગ્યાની આસપાસ પસાર થતાં બે મિત્રોના ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ બાઇકનો કચ્ચરઘાણ વળી જતાં બાઇક સવાર 15 વર્ષીય હસન બસીરભાઈ ખલીફા (રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે આ અકસ્માતના બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અવેશ સિકંદરભાઈ સબા (ઉ.વ. 15, રહે. ગુલશન પાર્ક, ચંદ્રપુર, વાંકાનેર) ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર