Friday, January 17, 2025

વાંકાનેર નજીક ચંદ્રપુર પાસે હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે ટ્રક હડફેટે તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જવાથી યુવાનનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નુરાની કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે પર ડિવાઇડરે રોડ ક્રોસ કરવા જતાં એક સાયકલ ચાલકને પુર ઝડપે આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના તોતિંગ વ્હીલ નીચ ચગદાઈ જવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર આવેલ નુરાની કોમ્પલેક્ષ સામે સાઇકલ પર રોડ ક્રોસ કરવા જતાં એક યુવાનને વાંકાનેર તરફથી પુરઝડપે આવતા ટ્રક ટ્રેઇલર નં. RJ 04 GC 3272 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકબરભાઈ સલેમાનભાઈ રતનીયા (ઉ.વ. ૨૫, રહે. કેરાળા, તા. વાંકાનેર) નામના યુવાનના શરીર પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં ચગદાઈ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાની માહિતી મળી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર