Friday, January 10, 2025

વાંકાનેર મોરબી ને.હા. રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા રાહદારીનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાકાનેર: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઢુવા ઓવરબ્રિજ ઉતરતા ટોપ સીરામીક સામે વચ્ચે ડીવાઈડર પાસે ચાલીને જતા રાહદારીને અજાણ્યા વાહને હડફેટે લેતા રાહદારીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે .

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના બંધુનગર ગામે વેરોના ગ્રેનીટો પ્રા.લી. સીરામીક કારખાનામાં રહેતા કનૈયાલાલ આશારામ આદિવાસી ( ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૧૧-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા અગિયારેક પહેલા કોઈ પણ સમયે મખન રંધીરા આદીવાસી ચાલીને રોડ પર જતો હોઇ તે દરમ્યાન કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન વધુ સ્પીડમાં ચલાવી મખન રંધીરા આદીવાસી રાહદારીને હડફેટે લઇ માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાળી સ્થળ પર મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે કનૈયાલાલે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર