વાકાનેરના મહીકા ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાકાનેર તાલુકાના મહીકા ગામે મંજુર હુશેનભાઈ બાદીની વાડીએ રહેતા બબલુ ધઉલસઇંહ ઘારવા ઉ.વ.૨૮વાળા તા. ૨૬-૧૧-૨૦૨૩ ના રોજ રોજ વાડીએ હોય બબલુ દારૂની ટેવ ધરાવતા હોય જેથી તેના પત્નિએ પતિને દારૂ પીવાની ના પાડતા તેના પતિને માઠુ લાગતા વાડીએ ખડમાં છાંટવાની ઝેરી દવા પોતે જાતેથી પી જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ વાંકાનેર લાવતા ત્યા ફરજ પરના ડોક્ટરે પ્રાથમીક સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ રીફર કરતા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.