Saturday, December 21, 2024

વાંકાનેર – કુવાડવા રોડ પર બાઇક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; વૃદ્ધનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર – કુવાડવા મેઇન રોડ પર પીપરડી અને સણોસરા ગામ વચ્ચે પસાર થતા એક બાઈક અને કાર વચ્ચે આજે રાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુર ઝડપે આવતા કાર ચાલક બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર – કુવાડવા મેઇન રોડ પર પીપરડી અને સણોસરા ગામ વચ્ચે આજે રાત્રીના સમયે એક બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુર ઝડપે આવતી હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઇ-10 કારના ચાલકે હીરો સ્પ્લેન્ડર બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક ડાભી ગોવિંદભાઈ તળશીભાઈ (ઉ.વ. ૭૨, રહે. ખખાણા) નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હોવાની માહિતી મળી રહી છે.

આ બનાવમાં બાઇક ચાલક મૃતક વૃદ્ધ ખેરવા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએથી આટો મારવા જઇ રહ્યા હોય દરમ્યાન જ કાર ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બનાવ એરપોર્ટ પોલીસની હદમાં આવતો હોવાથી એરપોર્ટ પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી સામે આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર