વાંકાનેરના કોટડાનાયાણી ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાથી તીનપતીનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.-૬૮૧૦/- તેમજ કબ્જે કરેલ વાહનોની કુલ કિ રૂ. ૯,૬૫,૦૦૦/- ગણી કુલ. કિ. રૂ.૯,૭૧, ૮૧૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે કોટડાનાયાણી ગામે રહેતા પરાક્રમસિંહ હાલુભા જાડેજા પોતાના કબ્જા ભોગવટા વાળી કોટડાનાયાણી ગામની ખોખળીયા સીમ વાડીના નાકા તરીકે ઓળખાતી જારીયા ગામ તરફ આવેલ વાડીમાં બહારથી અન્ય માણસો બોલાવી તીનપતીનો રોનનો જુગાર રમાડે છે,જેથી તે જગ્યાએ જઈ રેઇડ કરી કુલ રોકડ રૂ.૬૮૧૦/- તથા પાંચ વાહનો કબ્જે લેવમા આવેલ જેની કિ રૂ.૯,૬૫,૦૦૦/- ગણી કુલ કિ રૂ.૯,૭૧,૮૧૦/- ના મુદામાલ સાથે ચારેય ઈસમો પરાક્રમસિંહ હાલુભા જાડેજા (ઉ.વ.૪૫) રહે. કોટડાનાયાણી તા.વાંકાનેર, ફૈજલભાઈ આરીફભાઈ ગલેરીયા (ઉ.વ.૩૧) રહે. રાજકોટ જંગલેશ્વર, નિલમ પાર્ક બંધ સોસાયટી, ડાડામીયા મહોમદમીયા પીરજાદા (ઉ.વ.૩૩) રહે.હાલ રાજકોટ જંગલેશ્વર ભવાની ચોક પાસે મુળ રહે. હડાળા, નૈમીષભાઈ ધીરેંદ્રભાઈ માણેક (ઉ.વ.૩૧) રહે. રૈયા રોડ ગાંધીગ્રામ -૦૧ રાજકોટવાળાને સ્થળ પરથી પકડી પાડી તેમજ પોલીસને જોઈ નાશી જનાર આરોપીઓ વિપુલ ઉર્ફે જાંબુ રહે. રાજકૉટ ગાંધીગ્રામ વિસ્તાર, જાવીદ મેમણ રહે.રાજકોટ ભાવનગર રોડ, દુધની ડેરી પાસે, ભટ્ટભાઈ ઉર્ફે કાકા ઈકો કાર વાળા તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.