વાંકાનેર શહેરની પટેલ વાડી ખાતે આજરોજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સવિશેષ ઉપસ્થિતિમાં વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોને ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસને સહયોગ આપવા તથા તેની સામે અવાજ ઉઠાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ જન સંપર્ક સભામાં નાગરિકોને વિવિધ સરકારી બેંકો, સહકારી સંસ્થાઓ તેમજ નિયમાનુસાર નાણા ધિરધાર કરતી સંસ્થાઓ તરફથી નાણાંની જરૂરિયાત સમયે લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓ તેમજ અલગ અલગ પ્રકારની લોન વિશે માહિતી આપી નાણાંની જરૂરિયાત સામે તેનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ આ તકે વાંકાનેર વિસ્તારમાં નિયમાનુસાર લોન મેળવનાર કુલ 38 લાભાર્થીઓને રૂ. 7.25 કરોડની લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ તકે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તમામ નાગરિકોને ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃત્તિને અટકાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી સમીર સારડા તથા પી. એ. ઝાલા, વાંકાનેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ વિવિધ પ્રકારની લોન આપતી સરકાર તથા ખાનગી/સહકારી બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીની માધાપરવાડી શાળામાં યોગ વેદાંત સમિતિ દ્વારા આયોજિત માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં 300 બાળકોએ કર્યું માતા-પિતાનું પૂજન
મોરબી: ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: ની સંસ્કૃતિ છે,ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને દેવ માનવામાં આવે છે, માતા-પિતા અનેક કષ્ટો વેઠીને પોતાના સંતાનોનું લાલન પાલન અને પોષણ કરે છે, પોતે ભૂખ્યા સૂઈને પણ પોતાના...
મોરબીના જેતપર રોડ પર આવેલ પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -03 કિં...